ઉત્તરાખંડમાં મૃત્યુ પામેલ 7 ગુજરાતીઓના મૃતદેહ ટૂંક સમયમાં પહોંચશે માદરે વતન
Live TV
-
ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પીએમઓ કાર્યાલય સતત સંપર્કમાં
ઉતરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી નેશનલ હાઇવે પર એક બસ ખીણમાં પડી જતાં 7 ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે, જ્યારે આ દુર્ઘટનામાં 27 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર બસમાં કુલ 35 લોકો સવાર હતા. આ બસ ગંગોત્રી ધામથી પરત આવી રહી હતી ત્યારે ખીણમાં ખાબકી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુર્ઘટના અંગે દુ:ખ વ્યકત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. તથા રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું છે કે, આ દુર્ઘટનાગ્રસ્ત થયેલ ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન નંબર- 079-23251900 પર સંપર્ક કરી શકાશે. તેમજ તેમણે જણાવ્યું કે, તમામ મૃતકોને એર લીફ્ટ કરી વતન પરત લાવવા ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે.
