ઉત્તરાખંડમાં સોમવારે રાત્રે લગ્નમાંથી પરત ફરી રહેલા વાહનને નડ્યો અકસ્માત
Live TV
-
ઉત્તરાખંડમાં સોમવારે રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ટનકપુર-ચમ્પાવત હાઈવે સાથે જોડાયેલી સુખીઢાંગ-ડાંડામીનાર રોડ પર લગ્નમાંથી પરત ફરી રહેલા વાહનને અકસ્માત નડ્યો હતો. હાલમાં ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આ ઘટનામાં 14 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 2 લાખ અને દુર્ઘટનામાં ઘાયલ થનારને 50000 ની સહાય આપવાની જાહેરાત કરી છે.
