દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 13,405 કેસ નોંધાયા, 235 દર્દીના મૃત્યુ
Live TV
-
દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશભરમાં 24 કલાકમાં કોરોનાના નવા 13,405 કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાથી 235 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,226 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં કુલ 4,21,58,510 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસ 1,81,075 છે. દેશભરમાં 24 કલાકમાં 35,50,868 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે અને અત્યાર સુધી દેશમાં કોરોનાનું રસીકરણ 175.83 કરોડથી વધુને પાર થયું છે. દેશમાં 24 કલાકમાં10,84,247 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી દેશભરમાં 76,12,30,580 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાનો દૈનિક પોઝિટિવીટી રેટ 1.24% છે અને સાપ્તાહિક પોઝિટિવીટી રેટ 1.98% છે.
