ડોરંડા ટ્રેઝરી કેસમાં લાલુ પ્રસાદ યાદવને 5 વર્ષની સજા અને 60 લાખ રૂપિયાનો દંડ
Live TV
-
ઘાસચારા કૌભાંડના પાંચમા અને સૌથી મોટા ડોરંડા કોષાગાર કેસ મામલે RJD પ્રમુખ લાલુપ્રસાદ યાદવને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. રાંચીની વિશેષ અદાલત દ્વારા આ સજાની સુનાવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમને 60 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. લાલુપ્રસાદ યાદવના વકીલે સજા વિરુદ્ધ વડી અદાલતમાં અપીલ કરવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, તેઓ 3 વર્ષ બાદ છેલ્લા એપ્રિલ મહિનામાં જેલમાંથી મુક્ત થયા હતા.
જાણો શું છે ડોરંડા ટ્રેઝરી કેસ
ડોરંડા ટ્રેઝરી કેસ બહુચર્ચિત ઘાસચારા કૌભાંડમાંથી એક મામલો છે. 1990-92 વચ્ચે ચાઇબાસા ટ્રેઝરીથી અફસરો અને નેતાઓ મળીને ફર્જીવાડો કરતા 67 નકલી આવંટન પત્રના આધારે 33.67 કરોડ રૂપિયાની અવૈધ નિકાસી કરવામાં આવી હતી. આ મામલે 1996માં કેસ નોંધાયો હતો.
