ઉત્તર પ્રદેશના ઇટાવામાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ગમખ્વાર માર્ગ અકસ્માત
Live TV
-
ઉત્તર પ્રદેશના ઇટાવામાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ગમખ્વાર માર્ગ અકસ્માત
ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક મોટો રોડ અકસ્માત થયો છે. આગરા લખનૌ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત થયા હતા. તે જ સમયે, આ અકસ્માતમાં લગભગ 25 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈટાવા એસએસપી સંજય કુમારે જણાવ્યું કે, શનિવારે રાત્રે ડબલ ડેકર બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ઘાયલોને બચાવવા માટે વહીવટી તંત્ર અને પોલીસની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટના આગ્રા એક્સપ્રેસ વે પર રાત્રે લગભગ 1 વાગ્યે બની હતી. ઇટાવા એસપી સહિત તમામ અધિકારીઓએ અકસ્માતની માહિતી લીધી હતી. તો, સીએમ યોગી આદિત્યનાથે અકસ્માતમાં મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોની સારવાર માટે તેમણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે.
