ભૂસ્ખલન બાદ શ્રીનગર-લેહ હાઇવે બંધ
Live TV
-
ભૂસ્ખલન બાદ શ્રીનગર-લેહ હાઇવે બંધ
શ્રીનગર-લેહ હાઇવે રવિવારે ગાંદરબલ જિલ્લાના ચેરવાન પદાબલ વિસ્તાર નજીક વાદળ ફાટવાથી ભૂસ્ખલનને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, ચેરવાન પદાબલ વિસ્તાર પાસે વાદળ ફાટવાના કારણે ભૂસ્ખલન થયું હતું. તેમણે કહ્યું કે ભૂસ્ખલનને કારણે શ્રીનગર-લેહ હાઈવે બ્લોક થઈ ગયો હતો અને ટ્રાફિક બંધ થઈ ગયો છે. અધિકારીએ જણાવ્યું કે બચાવ ટુકડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને હાઈવેને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
