ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીથે આપી વિસનગરના ભંડારા મહોત્સવમાં હાજરી
Live TV
-
સાધુ સંતોએ ફરી એક વખત જાતિવાદને દૂર કરવા અને દરેક સમાજના લોકોને એક સાથે લાવવાનું કામ કરવું પડશે : યોગી આદિત્યનાથ
આજે વિસનગર ખાતે, રાજસત્તા અને ધર્મસત્તાનો અનોખો સંગમ જોવા મળ્યો. મૂળ મુસ્લિમ પરિવારમાં જન્મેલા અને બાદમાં નાથ સંપ્રદાયમાં દીક્ષા પ્રાપ્ત કરેલ સ્વ. સંત ગુલાબનાથજીના ભંડારા મહોત્સવમાં, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, તથા ભારતના સંતો-મહંતો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે, કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી અને સ્વ. સંત ગુલાબનાથજીને ગુરુભાઈનો સંબંધ છે. આ પ્રસંગે આદિત્યનાથે જણાવ્યું, કે સાધુ સંતોએ ફરી એક વખત જાતિવાદને દૂર કરવા અને દરેક સમાજના લોકોને એક સાથે લાવવાનું કામ કરવું પડશે. દેશ વિભાજનથી નહીં પણ સૌને સાથે રાખીને ચાલી શકશે. તો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ, સંતવાદ અને રાજવાદને દૂર ન કરવા તથા આધ્યાત્મિકતાથી સમાજનો વિકાસ કરવા અનુરોધ કર્યો હતો.