મુદ્રા યોજનાના થયા ત્રણ વર્ષ પુર્ણ
Live TV
-
મુદ્રા યોજનાથી દેશના યુવાનો અને મહિલાઓમાં, ઉદ્યોગ અને સ્વાવલંબનની ભાવના જન્મી.
છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે અને તેઓ પણ વિકાસનો ભાગ બને તે આશયથી, કેન્દ્ર સરકારે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરી હતી. તેમાંની એક યોજના એટલે મુદ્રા યોજના. આજે મુદ્રા યોજનાને ત્રણ વર્ષ પુર્ણ થાય છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટના માધ્યમથી જણાવ્યું છે, કે મુદ્રા યોજનાથી દેશના યુવાનો અને મહિલાઓમાં, ઉદ્યોગ અને સ્વાવલંબનની ભાવના જન્મી છે. મુદ્રા યોજનાના લાભાર્થીઓમાં એસસી, એસટી અને ઓબીસી સમુદાયોની મહિલાઓ અને યુવાનોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે, કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 એપ્રિલના રોજ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ સાથે પ્રધાનમંત્રીએ, મુદ્રા યોજનાની સફળ ગાથાઓ તેમની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરવા વિનંતી પણ કરી છે.