હિંસાનું સમર્થન અને માહોલ બગાડવાનું કામ કરે છે વિપક્ષ : રવિશંકર પ્રસાદ
Live TV
-
કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદના કૉંગ્રેસ, બસપા અને સપા પર આકરા પ્રહાર, કહ્યું, રાજનીતિક સ્વાર્થ માટે વિપક્ષ યોજનાબદ્ધ રીતે હિંસા સમર્થન કરી માહોલ બગાડવાનો પ્રયત્ન કરી રહી છે.
કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ, બસપા અને સપા પર નિશાન સાધી આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, વિપક્ષ બાબા સાહેબના નામ પર રાજનીતિ કરી રહ્યું છે. બાબા સાહેબએ કહ્યું હતું કે, દલિત આંદલન ક્યારેય હિંસક ન હોવું જોઇએ. ત્યારે વિપક્ષ હિંસાના માર્ગે યોજનાબદ્ધ કાર્ય કરી રહ્યું છે. અમારી સરકાર SC/ST એક્ટ મજબૂત અને પ્રભાવી બનાવવા માટે કામ કરી રહી છે. અને જે રીતે કૉંગ્રેસ રાજનીતિ કરી, જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે, તેને અમે જનતા સમક્ષ ખુલ્લું પાડીશું.
દેશભરમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત, અતિ પછાત અને ગરીબ સહિત તમામ વર્ગના લોકો બીજેપી સાથે જોડાઇ રહ્યા છે, જેના કારણે વિપક્ષથી સહન નથી થતું અને ખોટી રાજનીતિ કરી રહ્યું છે. નવી દિલ્હી ખાતે બીજેપી મુખ્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.