CBSC પેપર લીક કેસમાં ત્રણ લોકોની કરાઇ ધડપકડ
Live TV
-
વોટ્સએપ જૂથ પર 30થી 40 વિદ્યાર્થીઓને પેપર મળ્યું હતું.
સી.બી.એસ.ઈ. પેપર લીક કેસમાં દિલ્હી પોલીસે હિમાચલના ઉના જિલ્લામાંથી એક શિક્ષક, એક કલાર્ક અને એક ચોથા વર્ગના કર્મચારીની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ શિક્ષક રાકેશકુમાર, કલાર્ક અમિત અને ચોથા વર્ગના કર્મચારી અશોકના રૂપમાં થઈ છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, આ ત્રણેય ઉનાની ખાનગી શાળામાં ફરજ બજાવે છે. આ પૈકી રાકેશકુમાર કેટલાક વર્ષથી પરીક્ષા કેન્દ્ર પર ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે 23 માર્ચના રોજ જ અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર મેળવી લીધું હતું. કેટલાંક વોટ્સએપ જૂથ પર 30થી 40 વિદ્યાર્થીઓને આ પેપર મળ્યું હતું. આ કિસ્સામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.