ભારત અને નેપાળના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં અનેક કામોનું ઉદ્ધાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીની ઉપસ્થિતિમાં પેટ્રોલિયમ પાઇપલાઈનનો શિલાન્યાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રવાસે આવેલા નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલી સાથે ગઇકાલે દિલ્હીમાં પ્રતિનિધિકક્ષાની મંત્રણા કરી હતી. બંને દેશો રકસોલથી કાઠમંડૂ સુધી રેલવે સંપર્કના વિસ્તરણ માટે સહમત થયા હતા. બંને દેશોના પ્રધાનમંત્રીએ સંયુક્તરૂપે મોતિહારીમાં તૈયાર થનારી પેટ્રોલિયમ પાઇપલાઈનનો શિલાન્યાસ પણ કર્યો હતો. બંને દેશો વચ્ચે વેપાર પ્રવૃત્તિ વદારવા માટે નેપાળના બીરગંજ સ્થિત સંયુક્ત તપાસ ચોકી આઈ.સી.પી.નું ઉદ્ઘાટન પણ કર્યું હતું. હૈદરાબાદ હાઉસ ખાતેથી રિમોર્ટની મદદથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ચોકી બની જતાં ટ્રકોને તપાસ માટે પાંચ દિવસ પ્રતિક્ષા નહીં કરવી પડે. પ્રધાનમંત્રી મોદીએ હિમાલયન પડોશી દેશ માટે સંપર્ક માર્ગો વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત નેપાળને સમુદ્ર સુધીની કનેક્ટીવિટી પૂરી પાડવામાં સહયોગ કરશે.