રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગિની દેશના પાટનગર મલાબુ પહોચ્યા
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ ચરણમાં આજે ગિની દેશના પાટનગર મલાબુ પહોંચ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ ચરણમાં આજે ગિની દેશના પાટનગર મલાબુ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ આફ્રિકન દેશ ગિની, સ્વાઝીલેન્ડ અને ઝામ્બિયાના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ કોવિંદ ગિનીનો પ્રવાસ ખેડનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને બે સાંસદ પણ વિદેશ પ્રવાસે છે. ગિનીના રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્રિદિવસીય પ્રવાસમાં રાષ્ટ્રપતિ અહીં અનેક કાર્યક્રમમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ કોવિંદ આજે ગિનીની સંસદને સંબોધશે અને પોતાના સમકક્ષ સાથે પ્રતિનિધિની મંત્રણામાં પણ ભાગ લેશે.