ભારત-નેપાળ વચ્ચે ઐતિહાસિક તથા સાંસ્કૃતિક સંબંધ મજબૂત બનાવવા પર ભાર
Live TV
-
ભારતના ત્રણ દિવસીય પ્રવાસે આવેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મુલાકાત કરી. આ શિષ્ટમંડળ સ્તરની મુલાકાતમાં બંન્ને દેશોના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા ચર્ચા થઈ.

બંન્ને દેશોએ આર્થિક સહયોગ વધારવા, સંપર્ક માર્ગોને વિકસિત કરવા અને આધુનિક સેવાઓ માટે આપસી સહયોગ વધારવા સહમતિ વ્યક્ત કરી. આ અવસરે બંન્ને દેશો વચ્ચે વ્યાપારિક ગતિવિધિઓ વધારવા અને સરળતાથી માલની હેરાફેરી માટે નેપાળના બીરગંજ સ્થિત સંયુક્ત તપાસ ચોકી-આઈસીપીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ આ ચોકીના માધ્યમથી બંન્ને દેશો વચ્ચે સંપર્ક વધારવાની વાત કરી. આ ચોકી બની જવાથી સરહદ પાર લોકો અને સામાનની અવર-જવર સરળ થશે.
પ્રધાનમંત્રી મોદીએ ભારત-નેપાળના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સંયુક્ત સાંસ્કૃતિક વારસાવાળા બંન્ને દેશોમાં જનસામાન્ય વિકાસ માટે વિઝન પણ સરખું છે.