કર્ણાટક વિધાનસભા ચુટણીમાં પક્ષો સામે ફરિયાદ થતા થશે કડક કાર્યવાહી
Live TV
-
મુખ્ય ચૂંટણી કમિશનર, ઓમ પ્રકાશ રાવતે પત્રકાર પરિષદમાં આપી ખાતરી.
આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી સંબંધમાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, ઓમ પ્રકાશ રાવતે ખાતરી આપી છે કે, રાજકીય પક્ષો સામે મળનાર ફરિયાદ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. બેંગ્લુરૂમાં પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે, અધિકારીઓની બદલી અને નિયુક્તી સંબંધે ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવશે. મુખ્ચ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ચૂંટણીને પ્રભાવિત કરવા પ્રયાસ કરશે તો તેને ચૂંટણી સંબંધી પ્રક્રિયાથી દૂર કરાશે.