ભારત અને નેપાળ વચ્ચે દ્રિપક્ષીય મંત્રણા યોજાઇ
Live TV
-
ભારત - નેપાળના સંબંધને નવી ઊર્જા અને પરસ્પર સંબંધને નવી ગતિ આપશે.
ભારતના પ્રવાસે આવેલા નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે. બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દે ચર્ચા થશે. પ્રધાનમંત્રી મોદી અને નેપાળના પ્રધાનમંત્રી ઓલી રિમોટ કંટ્રોલથી વીરગંજ ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદઘાટન કરશે. દરમિયાન રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની આગેવાની કરી તેમનું સ્વાગત કર્યું હતું. ઓલીની સાથે તેમના પત્ની અને અધિકારીઓ જોડાયા હતા. ઓલીની આ મુલાકાત ભારત - નેપાળના સંબંધને નવી ઊર્જા અને પરસ્પર સંબંધને નવી ગતિ આપશે.