સલમાન ખાનને મળ્યા જામીન, બિશ્નોઇ સમાજ જશે હાઈકોર્ટમાં
Live TV
-
સલમાન ખાનને જોધપુર સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
સલમાન ખાનને જોધપુર સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. .કોર્ટે તેને 25-25 હજારના બે બોન્ડ પર જામીન આપ્યા છે. આ સિવાય જામીન માટે અન્ય શરતો રાખી છે. જેમાં સલમાન કોર્ટની મંજુરી વગર વિદેશ જઈ શકશે નહીં. ટાઇગરે 7 મેએ કોર્ટમાં હાજર રહેવું પડશે. અન્ય તરફ બિશ્નોઇ સમાજના વકીલે કહ્યું કે, તે સેશન્સ કોર્ટના ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે. કોર્ટમાં બેલ પર ચર્ચા દરમ્યાન સલમાનના વકીલોએ કહ્યું કે તેમણે 20 વર્ષ સુધી ચાલેલા ટ્રાયલ દરમ્યાન કયારેય કોર્ટની અવહેલન કરી નથી, એવામાં તેમને રાહત આપવી જોઇએ. સલમાનના વકીલોએ સાક્ષી પર પણ પ્રશ્ન ઉભા કર્યા, તેના પર સરકારી પક્ષે કહ્યું કે સાક્ષીના નિવેદનને સીજેએમ કોર્ટે સ્વીકાર કર્યો હતો. એવામાં અહીં પણ તેમના નિવેદનોને માનવા જોઇએ. સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું કે આ કેસમાં દલીલો આવી ચૂકી છે અને લંચ બાદ તેના પર નિર્ણય સંભળાવાશે.
સુનવણી દરમ્યાન સરકારી વકીલે સલમાન ખાનની જામીનનો વિરોધ કર્યો. સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું કે આ અવસ પર કોઇપણ પ્રકારના પુરાવા ઘટનાથી સંબંધિત મળ્યા નથી. કોર્ટની સુનવણી દરમ્યાન પરિસરથી બહાર આવેલા એક વકીલે કહ્યું કે શુક્રવારના રોજ સુનવણી દરમ્યાન નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો નહોતો પરંતુ બંને પક્ષોની તરફથી દલીલો બાકી હતી, જે શનિવારના રોજ પણ ચાલુ રખાઇ. કોર્ટની સુનવણીના સમયે સલમાન ખાનની બહેન અલવીરા અને અર્પિતા સિવાય તેમનો બોડીગાર્ડ શેરા પણ કોર્ટમાં હાજર હતો. આની પહેલાં સેશન કોર્ટના જજ રવિન્દ્ર જોશીએ સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવ્યા બાદ સીજેએમ કોર્ટના જજ ખત્રી સાથે મુલાકાત કરી હતી.