ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો, શીતલહેર અને ધુમ્મસને પગલે માર્ગ, રેલવે અને હવાઈ સેવા પ્રભાવિત
Live TV
-
ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો, શીતલહેર અને ધુમ્મસને પગલે માર્ગ, રેલવે અને હવાઈ સેવા પ્રભાવિત
દેશના રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડી સાથે ધુમ્મસમય વાતાવરણ છવાયું છે. વહેલી સવારે અને મોડી સાંજે ધુમ્મસથી જન જીવન પર માઠી અસર થઈ રહી છે. ધુમ્મસને કારણે રેલવે સેવા અને હવાઈ સેવા પ્રભાવિત થઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા દિલ્હી, હરિયાણા, ચંડીગઢમાં કડકડતી ઠંડીને પગલે રેડ એલર્ટ અપાયું છે. ઉત્તર પ્રદેશમાં કોલ્ડ ડેની સ્થિતિ સર્જાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. ધુમ્મસને પગલે રાષ્ટ્રીય ધોરી માર્ગો પર સુરક્ષા વધારાઈ રહી છે.
હવામાન વિભાગે દેશના ઉત્તરીય ભાગોમાં આગામી કેટલાક દિવસો સુધી ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબના ઘણા ભાગોમાં અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 4 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ છવાયેલ રહેશે. હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં સોમવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલ રહેવાની સંભાવના છે.
