Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે દિલ્હીમાં ટ્રેન અને ઉડ્ડયન સેવાઓ પ્રભાવિત

Live TV

X
  • ઉત્તર ભારતમાં ધુમ્મસ અને શીત લહેરને કારણે  દિલ્હીમાં ટ્રેન અને ઉડ્ડયન  સેવાઓ પ્રભાવિત થઈ છે.  ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર, આજે સવારે ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોથી દિલ્હી આવતી 28 ટ્રેનો મોડી ચાલી રહી છે. હાવડા-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેનો ઓછામાં ઓછા 4 કલાક મોડી ચાલી રહી છે. 

    ધુમ્મસની સ્થિતિને કારણે દૃશ્યતા ઘટી હતી. જેના કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટની કામગીરીમાં વિલંબ થયો હતો અને ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આ મહિનાની 26 તારીખ સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.

     જમ્મુમાં ગાઢ ધુમ્મસ અને નબળી વિઝિબિલિટીને કારણે પાંચ ફ્લાઈટ્સ અને બે ટ્રેનો રદ કરવામાં આવી હતી અને તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે. જમ્મુમાં કટરા, બટોટ, બનિહાલ અને ભદરવાહ શહેરોમાં વધુ ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે 24 જાન્યુઆરી સુધી સૂકું હવામાન રહેવાની શક્યતા છે. 25 અને 26 જુલાઇ સુધી વાદળછાયું આકાશ રહેશે અને કેટલાક ઊંચા સ્થળોએ હળવી હિમવર્ષા થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply