ઉત્તર ભારતમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહીમામ, ભટીંડામાં પણ 47 ડિગ્રી તાપમાન
Live TV
-
બિહારના બકસરમાં દેશનું સૌથી વધુ તાપમાન 47. 2 ડિગ્રી જેટલું નોંધાયું હતું.
ઉત્તર ભારતમાં ગરમીથી પ્રજા બેહાલ થઈ ગઈ છે અને હજી પણ અહીં રાહતના કોઈ અણસાર નથી. બિહારના બકસરમાં દેશનું સૌથી વધુ તાપમાન 47. 2 ડિગ્રી જેટલું નોંધાયું હતું. તો પંજાબના ભટીંડામાં પણ 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્લીમાં પણ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું હતું કે 18 જૂનથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. જેના પરિણામે ઉત્તર ભારતને થોડી રાહત મળી શકે છે.
