Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં ભીષણ ગરમી: ઉત્તર પ્રદેશના ઓરઈમાં નોંધાયું સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન

Live TV

X
  • સમગ્ર ઉત્તરભારતમાં ગરમીએ કહેર વર્તાવ્યો છે. મેદાની વિસ્તારોથી પહાડી વિસ્તાર સુધી ગરમીથી લોકો ત્રસ્ત છે.

    દિલ્હી NCR સહીત ઉત્તર પ્રદેશમાં ગરમીનો વધુ પ્રકોપ છે. હરિયાણા, ચંડીગઢ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારો સહીત ઓડીશા, ઝારખંડ, બિહાર અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં લુ નો કહેર છે

    તાપમાનમાં નોંધાયેલા વધારા સાથે જ દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં કેટલાક વિસ્તારોનું તાપમાન 44 થી 46 ડીગ્રી સુધી પહોંચ્યું છે. આજે પણ ઉત્તરપ્રદેશમાં ગરમીના કારણે હીટવેવનું એલર્ટ આપવામાં આવેલ છે.

    જો બીજી તરફ આસામની વાત કરવામાં આવે તો, આસામમાં વરસાદના કારણે ભારે પુરનો સામનો કરવો પડ્યો છે. સતત આવી રહેલ વરસાદના કારણે 15 જીલ્લાઓના 1 લાખ 60 હજારથી વધુ લોકો પ્રભાવિત બન્યા છે. સાથે જ આ વર્ષે પુરના કારણે 26 લોકોના મૃત્યુ નીપજ્યા છે. સાથે જ પુર પ્રભાવિત ક્ષેત્રોમાં રાહત શિબિરોની સંખ્યા વધારીને 43 કરવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply