Skip to main content
Settings Settings for Dark

વિશ્વ યોગ દિવસ: પ્રધાનમંત્રીએ શશાંકાસન પર એક વીડિયો શેર કર્યો

Live TV

X
  • પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી "યોગ વિદ્યા"ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તા.21મી જુનના દિવસને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. 

    તદ્દનુસાર વર્ષ-2015થી પ્રતિ વર્ષ તા.21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. ચાલુ વર્ષે 21મી જુન 2024ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાના યુઝર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શશાંકાસન (સસલાની મુદ્રા) પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જે કબજિયાતને દૂર કરવામાં અને પાચન પ્રક્રિયામાં સુધારો કરવામાં મદદ કરે છે.

    આ આસન કમરના દુખાવામાં પણ રાહત આપે છે. હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓએ આ આસન કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં આવેલી આ ક્લિપ અંગ્રેજી અને હિન્દી બંનેમાં આસન કરવાના પગલાઓ વિશે વિસ્તૃતથી જણાવવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply