ઉત્તર ભારતમાં વંટોળ અને ભારે પવનની આગાહી
Live TV
-
હવામાન વિભાગનું કહેવું છે કે, શિમલા, સોલન, હમીરપુરસ મંડી, કાંગડા અને ઉના જિલ્લામાં 8 મે ના રોજ ભારે પવન ફૂંકાઈ શકે છે.
વાતાવરણમાં ભારે અફરા-તફરી હાલ પણ યથાવત છે અને આગામી કેટલાક દિવસોમાં અનેક રાજ્યના વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. સોમવારે રાજસ્થાના અનેક જિલ્લાઓ અને ખાસ કરીને સીમા પરના જિલ્લાઓમાં વંટોળની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે, પંજાબમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવાની શક્યાતાઓ છે.
ઉત્તરાખંડમાં સોમવારે ભારે પવનને કારણે ગોપેશ્વર થી ચમોલી, પીપલકોટી સુધી ઘણુ જ નુકસાન થયું હતું. આ સાથે જ અનેક ઘરોના છાપરા પણ ઉડી ગયા હતા. આ સાથે જ વીજ પોલને પણ નુકસાન થયું હતું જો કે જાનમાલને કોઇ નુકસાનના સમાચાર નથી મળ્યા. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
