ઉત્તર ભારતમાં હવામાન પલટાયું, યુપીમાં 12 લોકોના મોત
Live TV
-
દિલ્હી N.C.R.સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન ફરીથી પલટાયું છે. ભારે વરસાદ અને તોફાનના કારણે જન-જીવન પર વિપરિત અસર પડી છે.
ઉત્તર પ્રદેશમાં આંધી અને વરસાદના કારણે બાર લોકોનાં મૃત્યુ થયાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગ્રા, અલીગઢ, મથુરા અને ફિરોઝાબાદ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવવા અધિકારીઓને આદેશ આપ્યા છે.
ઉત્તર-પૂર્વમાં પણ વાતાવરણ પલટાયું હતું અને આસામમાં ભારે વરસાદના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉત્તરાખંડના પહાડોમાં ભારે બરફ વર્ષા અને જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ અને કરા પડતાં ઊભા પાકને ,નુકસાન થયાના સમાચાર છે.