બેન્ક ઓફ ઈન્ડિયાએ દાખલ કર્યો નીરવ મોદી વિરુદ્ધ કેસ
Live TV
-
42 કરોડ રૂપિયા વસૂલ કરવા માટે બેન્ક ઓફ ઈન્ડિયાએ હોંગકોંગમાં નીરવ મોદી વિરુદ્ધ દાખલ કર્યો કેસ. પંજાબ નેશનલ બેન્ક બાદ હોંગકોંગમાં નીરવ મોદી વિરુદ્ધ કેસ દાખલ કરાવનાર બેન્ક ઓફ ઈન્ડિયા બીજી બેન્ક બની છે.
બેન્ક ઓફ ઈન્ડિયાએ ભાગેડુ કારોબારી નીરવ મોદી વિરુદ્ધ ગેર-કાયદેસર શપથ પત્રોના આધાર પર બેન્ક પાસેથી લીધેલી રકમ વસૂલ કરવા માટે હોંગકોંગની એક કોર્ટમાં કાયદાકિય કેસ દાખલ કર્યો છે. બેન્કે 62.5 લાખ અમેરિકી ડોલરની બાકી રકમ માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. બેન્ક ઓફ ઈન્ડિયા આમ કરનાર બીજી બેન્ક છે, જેણે રકમ વસૂલ કરવા માટે હોંગકોંગની કોર્ટમાં કાયદાકિય કેસ લડ્યો છે. આ પહેલા પંજાબ નેશનલ બેન્કે 50 લાખ અમેરિકી ડોલરથી વધુની રકમ વસૂલ કરવા માટે નીરવ મોદી વિરુદ્ધ હોંગકોંગની બેન્કમાં કેસ દાખલ કરી ચૂક્યું છે. ભારત સરકારે નીરવ મોદીની ધરપકડ કરવા માટે હોંગકોંગના અધિકારીઓને પહેલા જ રજૂઆત મોકલી હતી.