Skip to main content
Settings Settings for Dark

ઉધમપુર રેલવે સ્ટેશન હવેથી શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાશે

Live TV

X
  • ભારત સરકારે ઉધમપુર રેલ્વે સ્ટેશનનું નામ ‘શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલ્વે સ્ટેશન’ રાખવાની મંજૂરી આપી છે.

    કેન્દ્ર સરકારે ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલ્યુ છે. હવેથી ઉધમપુર રેલ્વે સ્ટેશન શહીદ  કેપ્ટન તુષાર મહાજન રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાશે. કેન્દ્ર સરકારે આ માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

     ડૉ. જીતેન્દ્ર સિંહે નામ બદલવાને લઈ જાણકારી આપતા X પર લખ્યું હતુ, ‘ઉધમપુરને જન્માષ્ટમીની શુભકામનાઓ. ભારત સરકારે ઉધમપુર રેલ્વે સ્ટેશનનું નામ ‘શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલ્વે સ્ટેશન’ રાખવાની મંજૂરી આપી છે. આ અંગેનો પત્ર જમ્મુ અને કાશ્મીર સરકારને ઔપચારિક રીતે જરૂરી ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવા માટે મોકલવામાં આવ્યો છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર.

    શહીદ કેપ્ટન તુષાર મહાજન 9 પેરા ભારતીય સેનાના વિશેષ દળના અધિકારી હતા. સેનાના અન્ય જવાનોના જીવની રક્ષા કરતા તેઓ શહીદ થયા હતા. શહીદ  કેપ્ટન તુષાર મહાજનના પિતા દેવરાજ ગુપ્તાએ આ મુદ્દો પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરવા અને ઉધમપુર રેલવે સ્ટેશનને કેપ્ટન તુષાર મહાજનને સમર્પિત કરાવવા માટે ડૉ. જિતેન્દ્ર સિંહની પ્રશંસા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply