બિહારની મુલાકાત દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી
Live TV
-
બિહારમાં જોગબનીમાં સીમા સુરક્ષાકર્મીઓ માટે આવાસીય પરિસરનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે બિહારની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બિહારમાં જોગબનીમાં સીમા સુરક્ષાકર્મીઓ માટે આવાસીય પરિસરનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, બિહારની સીમાની દરેક મુશ્કેલીથી હું પરિચિત છું. સીમાંત વિસ્તારોની સમસ્યાનું ખૂબ જ ઝડપથી સમાધાન થઈ જશે. આ સાથે જ તેમણે બિહારમાં ભાજપ સરકાર બનવા જઈ રહી હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આ પહેલા કેન્દ્રિય ગૃહ મંત્રીએ ઝંઝારપુરમાં જનસભા સંબોધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2024માં બિહારમાં 40માંથી 40 બેઠક NDA જીતવા જઈ રહી છે, સાથે જ તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પહેલાની સરકારે બિહારના વિકાસ માટે કંઈ ના કર્યું.
ઝંઝારપુરમાં જનસભાને સંબોધતા તેમણે બિહારની જનતાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, વર્ષ 2024માં બિહારમાં 40માંથી 40 બેઠક NDA જીતવા જઈ રહી છે.તેમણે ઉંમેર્યું હતું કે, જી-20નું ઘોષણાપત્ર ભારતના આર્થિક વિકાસનો નકશો ખેંચશે.વિશ્વના દરેક દેશ ભારત સાથે વેપાર કરવા માટે ઉત્સુક છે. આગામી દિવસોમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરી શકે છે.
