ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સેંગરને દસ વર્ષની સજા
Live TV
-
તેમજ બધા દોષિતોને કોર્ટે રૂપિયા દસ દસ લાખનો દંડ પણ ફટકાર્યો છે
ઉન્નાવ રેપ કેસમાં પીડિતાના પિતાની હત્યા મામલે દિલ્હીની તીસ હજારી કોર્ટે ચુકાદો આપી દિધો છે. કોર્ટે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત સાતેય દોષિતોને હત્યા તેમજ હત્યાના પ્રયાસના કેસમાં 10 વર્ષની સજા સંભળાવી છે. તેમજ બધા દોષિતોને કોર્ટે રૂપિયા દસ દસ લાખનો દંડ પણ ફટકાર્યો છે. અગાઉ ઉત્તર પ્રદેશના ઉન્નાવના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગરને સીબીઆઇની વિશેષ કાર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.
