ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ આજે રાજસ્થાનના પ્રવાસે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ આજે રાજસ્થાનના પ્રવાસે જશે. એક દિવસની મુલાકાતમાં જયપુર અને ગૃહ જિલ્લા ઝુંઝુનુની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ સૌથી પહેલા ઝુંઝુનુ જિલ્લામાં લાલઘોલ પહોંચશે અને ત્યાના પ્રસિદ્ધ સૂર્ય મંદિરમાં પૂજા અર્ચના કરશે. ત્યારપછી રાની શક્તિ મંદિરમાં દર્શન કરશે. ઉપરાષ્ટ્રપતિ ત્યારપછી ઝુંઝુનુની સૈનિક સ્કૂલ પહોંચશે જ્યાં તેઓ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. ઉપરાષ્ટ્રપતિ પોતે આ સૈનિક સ્કૂલના વિદ્યાર્થી રહી ચુક્યા છે. ઝુંઝુનુ જિલ્લામાં કાર્યક્રમ પછી તેઓ જયપુર પહોંચશે. જ્યાં તેઓ રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથી રૂપે ઉપસ્થિત રહેશે.
