ઉપરાષ્ટ્ર પતિ વેંકૈયા નાયડુએ દિલ્હીમાં બે દિવસીય સિવિલ સેવા દિવસ કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું
Live TV
-
ઉપરાષ્ટ્ર પતિ વેંકૈયા નાયડુએ આજે દિલ્હીમાં બે દિવસીય સિવિલ સેવા દિવસ કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. આ દરમિયાન ઉપરાષ્ટ્ર પતિએ જણાવ્યું હતું કે, ભારતીય સિવિલ સેવા એક ઉત્તમ સેવા છે. હવે આપણે નવા વિચારો સાથે નવા રસ્તાઓ પર કામ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, આજે લોક સેવકો પાસે લોકોની સેવા માટેની ઉત્તમ તકો છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.