સ્વીડન, બ્રિટન અને જર્મનીની સફળ યાત્રા બાદ પીએમ મોદી સ્વદેશ પરત
Live TV
-
સ્વિડન અને બ્રિટનની સફળ યાત્રા પછી પ્રધાનમંત્રી મોદી ગઇકાલે જર્મની પહોંચ્યા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશ સ્વિડન, બ્રિટન અને જર્મનીની સફળ યાત્રા પછી સ્વદેશ પરત ફર્યા છે. સ્વિડન અને બ્રિટનની સફળ યાત્રા પછી પ્રધાનમંત્રી મોદી ગઇકાલે જર્મની પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ જર્મન ચાન્સલર એન્ગેલા મોર્કેલ સાથે બંને દેશ વચ્ચે રણનીતિ અને ભાગીદારીને મજબૂત બનાવવા પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું હતું કે, દ્વિપક્ષીય બેઠક પહેલા જર્મન ચાન્સલરે મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ સત્તા સંભાળ્યા પછી ભારત અને જર્મનીના સંબંધો વધારે મજબૂત બન્યા છે. જર્મનીના ચાન્સલર તરીકે એન્ગેલા મર્કેલના ચોથી વખત કાર્યભાર સંભાળ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. પીએમ મોદીની જર્મન યાત્રા ભલે બે કલાક કરતાં ઓછા સમયની રહી હોય પણ બંને દેશોના સંબંધો માટે ખાસ રહી હતી.