Skip to main content
Settings Settings for Dark

ઉ. ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની સાથે મેદાની વિસ્તારોમાં વરસાદ 

Live TV

X
  • ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની સાથે સાથે મેદાની વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ભારતમાં પોંડિચેરી, લક્ષદ્વીપ, તમિલનાડુ અને કેરળ સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. 

    ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તરપ્રદેશ સાથે દિલ્હીમાં છેલ્લા બે દિવસોથી વરસાદ પડી રહ્યો છે. અન્ય રાજ્યોમાં પણ વરસાદની સાથે ધુમ્મસભર્યું વાતાવરણનો માહોલ છે. 

    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી હવાના કારણે બનેલ પશ્ચિમી વિક્ષોભના કારણે આગામી 24 કલાક દરમ્યાન ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. 

    પશ્ચિમી વિક્ષોભ એકવાર ફરીથી સક્રિય થવાના કારણે 7મી જાન્યુઆરી બાદ પશ્ચિમી હિમાલયના ક્ષેત્રમાં ઠંડી વધવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી રાજસ્થાનમાં આગામી બે દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply