Skip to main content
Settings Settings for Dark

બ્રિટનમાં કોરોના મહામારીના પગલે PM જૉનસને ભારતની યાત્રા રદ્દ કરી 

Live TV

X
  • બ્રિટનના પ્રધાનમંત્રી બેરિસ જૉનસનની આ મહિને થનારી ભારતની યાત્રા રદ્દ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જૉનસને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી અને બ્રિટનની મહામારી સ્થિતિ અંગે ચર્ચા કરી. તેમણે ભારત આવવામાં તેમની અસમર્થતા વ્યક્ત કરતા દુઃખ પ્રગટ કર્યું હતું. 

    જૉનસને જણાવ્યું કે, બ્રિટનમાં રાષ્ટ્રીય લૉકડાઉનની સ્થિતિ છે અને નવો સ્ટ્રેન પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે એવામાં તેમનું પોતાના દેશમાં રહેવું જ યોગ્ય છે,જેના પગલે તેઓ દેશની સ્થિતિ પર ધ્યાન પણ રાખી શકે છે. 

    બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી અને ભારત-બ્રિટનના સહયોગને યથાવત રાખવા પર પણ ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતમાં 26મી જાન્યુઆરીના દિવસની ઉજવણી પર તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply