એકથી વધુ બેઠકો પર ચુટણી નહિ લડવા કરાઇ અરજી
Live TV
-
ભાજપના પ્રવક્તા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી.
કોઈ પણ ઉમેદવાર એકથી વધુ બેઠક પર ન લડી શકે, તેવી એક જનહિતની અરજીનું ચૂંટણી કમિશને સુપ્રીમ કોર્ટમાં સમર્થન કર્યું છે. ચૂંટણી કમિશને કહ્યું, કે કાયદામાં બદલાવ કરવાની જરૂરીયાત છે. એક સાથે બે બેઠકો ઉપરથી ચૂંટણી લડવાની અને પાછળથી કોઈ એક બેઠક છોડી દેવાની એ મતદાતાઓ સાથે અન્યાય છે. આવું કરવાથી સરકારની તિજોરી પર ભાર પડે છે. તેથી બેઠક ખાલી કરનારા પાસેથી બીજીવાર ચૂંટણી ખર્ચ વસૂલવો જોઈએ. ચૂંટણી કમિશને સુપ્રીમ કોર્ટમાં પોતાની જવાબી એફિડેવિટ દાખલ કરી આ દલીલ આપી છે. મહત્વનું છે, કે ભાજપના પ્રવક્તા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી, એકથી વધુ બેઠક પરથી ચૂંટણી લડવા પર રોક લગાવવાની માંગ કરી છે. તો સરકાર આ મામલે સુપ્રીમમાં પોતાનો પક્ષ ન રાખી શકતાં, વધુ સુનાવણી આગામી જુલાઈ માસમાં હાથ ધરાશે.