RBIએ રેપો રેટ 6.25 % અને રિવર્સ રેપો રેટને 5.75 ટકા યથાવત્ રાખ્યો
Live TV
-
રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની નાણાંકીય નીતિમાં કોઈ ફેરફાર ન કરતા રેપો રેટમાં કોઇ ફેરફાર નથી કર્યો.
આર.બી.આઇ.એ રેપો રેટ 6.25 ટકા પર તથા રિવસ રેપો રેટ 5.75% પર યથાવત રાખ્યો છે. પરિણામ હવે સસ્તી લોન માટે મધ્યમ વર્ગે વધુ રાહ જોવી પડશે. બજેટ બાદ નાણાંકીય નીતિની પ્રથમ સમીક્ષા બાદ આર.બી.આઇ.ની કમિટીએ નીતિ ગત વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યા નથી. C.R.R. 4% અને S.L.R. 19.5% યથાવત રાખ્યો છે. તો આર.બી.આઇ.એ ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીના દરનું અનુમાન ઘટાડીને 4.7% થી 5.1% કર્યું હતું.