'એક દેશ, એક ચૂંટણી'ના મુદ્દે PM નરેન્દ્ર મોદી કરશે કમિટીનું ગઠન
Live TV
-
પ્રધાનમંત્રીએ ગઈકાલે 'એક દેશ, એક ચૂંટણી' મુદ્દે અનેક રાજકીય પાર્ટીઓ સાથે કરી હતી બેઠક
એક દેશ એક વેરાની પદ્ધતિ જીએસટી સ્વરૂપે લાગુ કર્યા બાદ કેન્દ્ર સરકારનો પ્રયત્ન દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણીવાર લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી યોજવાની વાત કરી ચૂક્યા છે. અને તેને લઈને તેઓએ ગંભીર કોશિશ શરૂ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોની આ સંબંધે બેઠક બોલાવી હતી. જેમાં એક દેશ એક ચૂંટણીની પદ્ધતિ અંગે વિસ્તારથી વાત કરી હતી. મોટાભાગના રાજકીય પક્ષોએ આ બાબતની તરફેણ કરી હતી. તો કેટલાંક પક્ષોએ આ બાબતનો વિરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ બાબતે એક સમિતિ રચવાનો નિર્ણય કર્યો છે. તેમણે એક દેશ એક ચૂંટણીના ફાયદા ગણાવ્યા હતા. ચૂંટણી એક સાથે યોજાશે તો નાણાં અને સમયનો બચાવ થશે. સાથે રાજકીય પક્ષો દેશ અને રાજ્યના વિકાસ કાર્યો ઉપર વધુ સમય ફાળવી શકશે.
