"એક ભારત-શ્રેષ્ઠ ભારત" અભિયાનનો આજથી આરંભ
Live TV
-
સમગ્ર દેશમાં 18 દિવસ માટેના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજીત એક ભારત-શ્રેષ્ઠ ભારત અભિયાનનો આજથી આરંભ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે દેશના વિવિધ વિસ્તારોના લોકોમાં સાંસ્કૃતિક સંબંધો સ્થાપવા વધારવાનો વિચાર રજૂ કર્યો હતો. એક ભારત-શ્રેષ્ઠ ભારત અભિયાનનો મુખ્ય હેતુ બધા જ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને સાંકળી લઈને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવી તથા વિવિધ વિસ્તારોના નાગરિકો વચ્ચેના સંપર્કને પ્રોત્સાહન આપવાનો છે.
એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનની આ મહિનાની 28 મી તારીખ સુધી ચાલુ રહેશે.
આ અભિયાન અંતર્ગત કેરળમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. નહેરુ યુવા કેન્દ્ર, કેરળ ઝોન દ્વારા હિમાચલ પ્રદેશ-કેરળ વચ્ચે યુવા વિનિમય કાર્યક્રમોનું આયોજન કોઝિકોડ જિલ્લામાં કરવામાં આવશે.