દિલ્લીનો જનાદેશ: જનતા કોને સોંપશે દિલ્લીની ગાદી?
Live TV
-
દિલ્લી વિધાનસભાની 70 બેઠકો પર મતગણતરી ચાલુ છે..આજે દિલ્લીની જનતાને તેમના નવા મુખ્યમંત્રી મળી જશે...દિલ્લીની જનતા પરિવર્તન ઈચ્છે કે પુનરાવર્તન તે આજે સ્પષ્ટ થઈ જશે...હાલ 21 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે..મતગણતરી માટે 33 સુપર વાઈઝર છે..તો તમામ કેન્દ્રો પર ચુસ્ત લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવાઈ છે...મતગણતરી વચ્ચે મુખ્ય પક્ષો જીતના દાવાઓ કરી રહ્યા છે...સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી હાથ ધરાઈ હતી..પ્રાથમિક વલણ પ્રમાણે આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે..
મહત્વનું છે કે દિલ્લીની 70 વિધાનસભા બેઠકો પર 672 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા..અને કુલ 62.59 ટકા મતદાન નોંધાયું હતું...મહત્વનું છે કે આઠ ફેબ્રુઆરીએ તમામ બેઠકો પર મતદાન યોજાયું હતું...