સંસદના બજેટ સત્રના પ્રથમ ચરણનો આજે અંતિમ દિવસ
Live TV
-
સંસદના બજેટ સત્રના પ્રથમ ચરણનો આજે આખરી દિવસ છે. બન્ને ગૃહમાં બજેટની ચર્ચા પુરી કરવા સરકારના પ્રયત્ન સાથે અન્ય એજન્ડા પુરા કરવાનો પ્રયત્ન કરાશે. ભાજપે તમામ સાંસદોને આજે હાજર રહેવા વ્હીપ આપી છે. આજે અંતિમ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટની ચર્ચા ઉપર લોકસભામાં જવાબ આપી શકે છે. સંસદના બન્ને ગૃહમાં ગઇકાલે બજેટ ઉપર ચર્ચા થઇ હતી. જેમાં તમામ સભ્યોએ ભાગ લીધો હતો. સત્તાપક્ષ તરફથી ભાગ લેનાર સાંસદોએ ખેડુત કલ્યાણ, અને વિકાસની ઝડપ વધારવા માટે મોદી સરકારના નિર્ણયના વખાણ કર્યા હતાં. રાજયસભામાં પ્રશ્ર્નકાળ સ્થગિત કરીને સીધી બજેટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. રાજયસભામાં વિપક્ષે આર્થિક મોરચે સરકારને ધેરવાનો પ્રયત્ન કર્યો હતો તો સત્તા પક્ષના સભ્યોએ બજેટના વખાણ કર્યા હતાં