એમ.કે.સ્ટાલિન બન્યા ડીએમકેના નવા અધ્યક્ષ
Live TV
-
ડીએમકે તરફથી એમ કે સ્ટાલિનને આજે ઔપચારિક રીતે પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
દિવંગત ડીએમકે નેતા કરૂણાનિધિના પુત્ર સ્ટાલિન આજે પાર્ટીના અધ્યક્ષ બની ગયા છે. પાર્ટીના મુખ્યાલયમાં ડીએમકેની જનરલ કાઉન્સિલની બેઠકમાં આજે ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવી છે. ડીએમકેના બીજા અધ્યક્ષના રૂપમાં સ્ટાલિનની ચૂંટણી નિર્વિરોધ કરવામાં આવી છે. પાર્ટીના 65 જિલ્લાના સચિવોએ તેમના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેઓ આ પદ માટેના એકમાત્ર ઉમેદવાર હતા. બીજીતરફ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા અલાગિરીએ વિરોધ કર્યો હતો. અલાગિરીએ કહ્યું હતું કે, જો પાર્ટી તેને બીજીવાર સમાવેશ નહીં કરો તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.
