એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા પશ્ચિમ એશિયા માટે 48 વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન
Live TV
-
એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા પશ્ચિમ એશિયા માટે 48 વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન
પશ્ચિમ એશિયામાં પ્રવર્તતી પરિસ્થિતિ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ આજે આ વિસ્તારમાં કુલ 48 નિર્ધારિત અને વિશેષ ઉડાન ભરશે.
બંને એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જેદ્દાહ અને મસ્કત માટેની તેમની નિયમિત સેવાઓ યથાવત રાખશે. આ સેવાઓ અંતર્ગત ભારત અને જેદ્દાહ વચ્ચે કુલ 16 ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે.
મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા અને પરિવહન વ્યવસ્થા જાળવી રાખવા માટે આ વિશેષ ઉડાનનું આયોજન કરવામાં આવ્યું છે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ફ્લાઇટના સમય અને અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહે.
