Skip to main content
Settings Settings for Dark

ઓક્સિજનનો જથ્થો પૂરતો છે, બિનજરૂરી ઉપયોગ ન કરવા આરોગ્ય મંત્રાલયની સલાહ

Live TV

X
  • આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સારવાર અને ઓક્સિજનની ઉપલબ્ધતાને વધારવામાં આવી  હોવાનું જણાવ્યું હતું...દિલ્હી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં  આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, હાલમાં દરેક રાજ્યોમાં પહેલાથી વધારે કેસ સામે આવી રહ્યા છે...સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે  ઘણા રાજ્યોમાં 90 ટકાથી વધારે આરોગ્યકર્મીઓનું રસીકરણ થઈ ગયું છે.... આ સાથે જ કોવિડ મેનેજમેન્ટ પર પણ ધ્યાન આપવાની આવશ્યકતા છે.... તો આરોગ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં ઓક્સિજનનો જથ્થો પૂરતો છે...ઓક્સિજન ટેન્કર્સનું GPS ટ્રેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તો દિલ્હી એઈમ્સના નિદેશક રણદીપ ગુલેરિયાએ  જણાવ્યું હતું કે જે દર્દીને ઓક્સિજનની આવશ્યકતા હોય તેને જ ઓક્સિજન આપવામાં આવે...હાલમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુમાં 1 લાખથી વધારે કોરોનાના સક્રીય કેસ છે...વધુમાં તેમણે ઉમેર્યું  હતું કે કોરોના સામે સામૂહિક રૂપથી કામ કરવાની જરૂર છે...કોઈએ પણ કારણ વગર ડરવાની જરૂર નથી....તેમણે કહ્યું કે જરૂરી દવાઓની જમાખોરીના કારણે સમસ્યા સર્જાઈ છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply