PM નરેન્દ્ર મોદી અને USA રાષ્ટ્રપતિ જો બાઈડેને દેશમાં કોરોના સ્થિતિને લઈને કરી ટેલિફોનિક વાતચીત
Live TV
-
દેશમાં કોવિડની ગંભીર પરિસ્થિતી અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે અમેરીકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે ફોન ઉપર વાતચીત કરી હતી.
દેશમાં કોવિડની ગંભીર પરિસ્થિતી અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે અમેરીકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. તે દરમિયાન બન્ને નેતાઓએ પોતાના દેશના કોવિડ-19 સબંધે ચર્ચા કરી હતી. આ વાતચીતમાં કોરોના સંક્રમણમાં ભારતમાં ઝડપથી ચાલતું રસીકરણ, તબીબી સામગ્રી, અને સાધનો ની ઉપલબ્ધતા સબંધી વિષય નો સમાવેશ થયો હતો. રાષ્ટ્રપતિ બાયડને ભારત સાથે એકજુથતા દર્શાવતા ભરોષો આપ્યો હતો કે અમેરીકા આ મુશ્કેલ સ્થિતિમાં ભારતને થેરેપ્યુટિકસ, વેન્ટીલેટર અને કોવિશીલ્ડ વેકસીન તૈયાર કરવા માટે કાચો સામાન વહેલાસર ઉપલબ્ધ કરાવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત સરકારને સહયોગ આપવા અને સહાયતા કરવા માટે અમેરીકાનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે આ સંક્રમણની સ્થિતિમાં વિશ્વ ભરમાં વેકસીન મૈત્રી દ્વારા પોતાના પ્રયત્નો ચાલુ રાખવા માટે ભારત તરફથી પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સમયમાં કોવિડનો સામનો કરવા વેકસીન બનાવવાનો કાચો માલ, દવા અને થેરેપ્યુટિક્સની સખત જરૂરિયાત છે. વાતચીત દરમિયાન બન્ને નેતાઓએ માન્યું કે વેકસીન નિર્માણ અને તેની પૂર્તતા થી ભારત અને અમેરીકાની ભાગીદારી ખૂબજ મહત્વ ધરાવે છે. બન્ને નેતાઓએ તેમના અધિકારીઓને પરસ્પર સહયોગ જાળવવાના નિર્દેશ આપ્યા છે.
