Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર બળો દ્વારા કોવીડ ૧૯ નાં વ્યવસ્થાપનની તૈયારીઓની કરી સમીક્ષા

Live TV

X
  • દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર બળો દ્વારા કોવીડ ૧૯ નાં વ્યવસ્થાપનની  તૈયારીઓની  સમીક્ષા કરી હતી. CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતે પ્રધાનમંત્રીને સશસ્ત્ર બળો દ્વારા કોરોના મહામારીનો સામનો કરવા માટેની તૈયારી અને સંચાલન અંગેની માહિતી આપી હતી.જનરલ બિપીન રાવતે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષ દરમિયાન સશસ્ત્ર બળોના સેવા નિવૃત્ત અથવા સમયથી પહેલા નિવૃત્તિ લેનારા દરેક મેડિકલ સ્ટાફને તેમના વર્તમાન નિવાસ્થાનની નજીકની કોવિડ હોસ્પિટલ્સમાં સેવા આપવા માટે પરત બોલાવવામાં આવી રહ્યા છે. જનરલ બિપીન રાવતે વધુમાં ઉમેર્યું હતું કે, હોસ્પિટલ્સમાં મોટી સંખ્યામાં નર્સિંગ કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. વિવિધ જગ્યાએ સશસ્ત્ર બળો માટે ઉપલબ્ધ ઓક્સિજન સિલિન્ડર પણ હોસ્પિટલ્સને આપવામાં આવી રહ્યા છે અને જો જરૂર પડશે તો સામાન્ય નાગરિકોને પણ સેનાના હોસ્પિટલ્સમાં સારવાર આપવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રીએ સશસ્ત્ર બળો દ્વારા કોવિડ મેનેજમેન્ટની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ જનરલ બિપીન રાવતની સાથે કેન્દ્રિય અને રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડ તથા વિવિધ મુખ્ય મથકોમાં તૈનાત અધિકારીઓ દૂરના વિસ્તારોમાં જઈને વિશેષ સેવાઓ આપવાના વિષય અંગે પણ ચર્ચા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply