Skip to main content
Settings Settings for Dark

દિલ્હી: દેશના વિવિધ ભાગોથી ઓકસીજન વિવિધ જગ્યાઓએ પહોચાડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

Live TV

X
  • રેલવે મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ માં ઓકસીજન પુરો પાડવા માટે બોકારૂથી લખનૌ માટે રવાના ઓકસીજન એક્સપ્રેસે વારાણસીમાં પણ ઓકસીજન પુરો પાડ્યો હતો.

    દેશના વિવિધ ભાગોથી ઓકસીજન વિવિધ જગ્યાઓએ પહોચાડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ઓકસીજન એક્સપ્રેસ દ્વારા ભારતીય રેલ સતત ઓકસીજન નો જથ્થો વિવિધ જગ્યાઓએ પહોચાડી રહી છે. રેલવેની મદદથી દિલ્હીમાં પણ ઓકસીજન પહોચાડવામાં આવી રહ્યો છે. રાયગઢાથી 16 ટનના ચાર ટેન્કર આજે સવારે દિલ્હી કેન્ટસ્ટેશન પહોચ્યા હતાં.

    રેલવે મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ માં ઓકસીજન પુરો પાડવા માટે બોકારૂથી લખનૌ માટે રવાના ઓકસીજન એક્સપ્રેસે વારાણસીમાં પણ ઓકસીજન પુરો પાડ્યો હતો. તેમણે કહ્યું કે યુ.પીમાં ઓકસીજન પુરો પાડવા માટે લખનૌથી ચોથી ઓકસીજન એક્સપ્રેસ બોકારૂ માટે રવાના થઇ છે. રેલવે એ સુનિશ્ચીત કરી રહી છે કે મેડીકલ ઓકસીજન દેશ ભરના કોવિડ દર્દીઓને ઓકસીજન એક્સપ્રેસના માધ્યમથી પુરો પાડવામાં આવે. જેનાથી જરૂરીયાતમંદોને રાહત મળે. આ તરફ ભારતમાં કોરોના મહામારીને લઈ સરકાર તેનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.કોવિડ સાથે જોડાયેલી સામગ્રીને કસ્ટમ વિભાગ તરફથી ત્વરીત મંજૂરી આપવામાં આવી રહી છે.કારણ કે જલ્દીથી આને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય.તો આ વૈશ્વિક મહામારીને કારણે ભારતને મદદ કરવા અનેક દેશોએ હાથ લંબાવ્યો છે.કોરોના મહામારી વચ્ચે અમેરિકાથી ઓક્સિજન કોન્સેટ્રેટર ભારત પહોંચી ચુક્યું છે તો બ્રિટનથી 100 વેન્ટીલેટર અને 95 ઓક્સિજન કોન્સેટ્રેટર ભારત મોકલાવવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply