Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં દેશ ભરમાં કોરોનાના 3 લાખ 23 હજારથી વધુ કેસ સામે આવ્યાં, ગઇકાલથી ઘટાડો જોવા મળ્યો

Live TV

X
  • દેશભરમાં કોરોનાના કેસમાં ગઇકાલથી ઘટાડો જોવા મળ્યો છે. કોરોના સંક્રમણના તાજા આંકડાઓ જોઇએ તો છેલ્લા 24 કલાકમાં દેશ ભરમાં કોરોનાના 3 લાખ 23 હજારથી વધુ કેસ સામે આવ્યાં છે. જ્યારે રવિવારે 3 લાખ 53 હજાર કેસ નોંધાયા હતાં. છેલ્લા 24 કલાકમાં બે લાખ 51 હજાર થી વધુ દર્દીઓ સારવાર લઇ સાજા થયા છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યાં 28 લાખ 82 હજાર 204 છે. છેલ્લા 24 કલાકમાં બે હજાર 771 લોકોના મોત થયા છે. કોરોના મૃત્યું દર ઘટીને 1.12 ટકા થયો છે. ત્યાર બાદ મૃતકોનો આંકડો વધીને એક લાખ 97 હજાર 894 થયો છે. આઇ.સી.એમ.આરે જણાવ્યું છે કે દેશભરમાં 28 કરોડ 9 લાખ 79 હજાર 877 નમુનાઓ નું પરીક્ષણ કરાયું છે. જેમાંથી 16 લાખ 58 હજાર 700 ટેસ્ટ ગઇકાલે કરાયા હતાં. તેમજ દેશ ભરમાં અત્યાર સુધીમાં 14 કરોડ 50 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ગઇ કાલે રસીકરણના 101માં દિવસે 33 લાખ થી વધુ રસીકરણ કરવામાં આવ્યું હતું. કર્ણાટક રાજ્યમાં આજે રાત્રે 9 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન લાગુ થઇ રહ્યું છે. જેમા સવારે 6 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી માત્ર આવશ્યક સેવાઓ ખુલી રહેશે મુખ્યમંત્રી બી.એસ.યદીયુરપ્પાએ ગઇકાલે કેબીનેટની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે નિર્માણ ઉદ્યોગને છોડીને તમામ ઉદ્યોગ બંધ રહેશે. ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષી સબંધી કામકાજો ચાલુ રહેશે. કેરળ સરકારે રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા ઘણા પ્રતિબંધો લાગુ કર્યા છે. સીએમ પી.વિજીયને સર્વદળીય બેઠક બાદ રાજ્યમાં લાગુ કરેલા પ્રતિબંધો અંગે જાણકારી આપતા કહ્યું કે બે મેના રોજ વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન કોઇપણ પ્રકારના હર્ષોલાસના કાર્યક્રમો થશે નહી. આ ઉપરાંત સિનેમાં હોલ, મોલ, જીમ, રમત કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, બગીચાઓ આગામી આદેશ સુધી બંધ રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply