ઓડિશાના વ્હીલર આઇલેન્ડ પરથી સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ ટોર્પિડોનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું
Live TV
-
ભારતે ગઈકાલે ઓડિશાના વ્હીલર આઇલેન્ડ પરથી સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ ટોર્પિડોનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું હતું. DRDO દ્વારા ભારતીય નૌકાદળ માટે આ હથિયાર પ્રણાલી વિકસાવવામાં આવી છે. આ પ્રણાલી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેની રચના ટોર્પિડોની પરંપરાગત શ્રેણીથી ઘણી આગળ અને એન્ટી-સબમરીન યુદ્ધ ક્ષમતાને વધારવા માટે કરવામાં આવી છે. મિસાઈલને ગ્રાઉન્ડ મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી છે અને તે અનેક અંતરને કવર કરી શકે છે.
રક્ષા મંત્રી રાજનાથસિંહે સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ ટોર્પિડો સિસ્ટમના સફળ પરીક્ષણમાં સામેલ ટીમોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, આ પ્રણાલીનો વિકાસ દેશમાં ભાવિ સંરક્ષણ પ્રણાલીના નિર્માણનું ઉત્તમ ઉદાહરણ છે.
સંરક્ષણ સંશોધન અનેવિકાસ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. જી સતીશ રેડ્ડીએ પણ સફળ પરીક્ષણમાં સામેલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, આ સિસ્ટમથી ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે.
