Skip to main content
Settings Settings for Dark

કોરોના અપડેટઃ ભારતમાં 24 કલાકમાં કોરોનાના 5,784 નવા કેસ નોંધાયા, 252 દર્દીના મૃત્યુ

Live TV

X
  • આરોગ્ય મંત્રાલય જાહેર કરેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5,784 દર્દીઓ નોંધાયા છે જ્યારે 7,995 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 262 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.

    દેશમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 88,993 પર પહોંચી છે જે 563 દિવસ પછી દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ છે. જે 1 ટકા કરતાં પણ ઓછું 0.26 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના  9,90,482 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાંથી 5,784 કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 65.76 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે.  

    દેશમાં કોરોના રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ  66,98,601 લોકોને કોરોનાની રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 1,33,88,12,577 થી વધારે ડોઝ અપાયાઈ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ  3,41,38,763 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. દેશનો રિકવરી રેટ વધીને 98.37 ટકા પર પહોંચ્યો છે. રોજનો પોઝિટિવિટી રેટ ઘટીને 0.58 ટકા થયો છે જે 71 દિવસમાં સૌથી ઓછો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply