ઓનલાઇન ગેમિંગના નવા નિયમો લાગુ: સુરક્ષા અને નિયંત્રણ પર સરકારનો ભાર
Live TV
-
દેશમાં ઓનલાઇન ગેમિંગ ક્ષેત્રને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા નિયમો 1 મે, 2026 થી અમલી બન્યા છે.
'ઓનલાઇન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન અધિનિયમ, 2025' હેઠળ આ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.ઓનલાઇન ગેમ્સને હવે ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે — ઈ-સ્પોર્ટ્સ,સામાજિક મનોરંજન રમતો અને નાણાકીય વ્યવહારવાળી રમતો.લત અને આર્થિક નુકસાનના જોખમને ધ્યાનમાં રાખીને પૈસા સાથે જોડાયેલી ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગેમિંગ ક્ષેત્રની દેખરેખ અને નોંધણી માટે 'ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી'ની સ્થાપના કરવામાં આવી છે, જે ફરિયાદોનું નિવારણ પણ કરશે.વય ચકાસણી , સમય મર્યાદા, વાલીઓનું નિયંત્રણ (Parental Control) અને કડક દંડ જેવી જોગવાઈઓ કરવામાં આવી છે.વર્ષ 2024 માં આ ક્ષેત્રનું બજાર 232 અબજ રૂપિયા રહ્યું હતું. સરકારના આ પગલાથી યુવાનોને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ મળશે અને ભારત વૈશ્વિક સ્તરે જવાબદાર ડિજિટલ નીતિ ધરાવતા દેશ તરીકે ઉભરશે.
