UIDAI અને NFSU વચ્ચે ઐતિહાસિક સમજૂતી: સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રે જોડાણ
Live TV
-
ગાંધીનગર:ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ દેશની ડિજિટલ ઓળખ પ્રણાલીને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રે આ પાંચ વર્ષની લાંબી ભાગીદારી ભારત માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.સહયોગના 6 મુખ્ય ક્ષેત્રો આ કરાર અંતર્ગત બંને સંસ્થાઓ સાયબર સુરક્ષા ઓડિટ,ફોરેન્સિક સંશોધન,તકનીકી સહાયતા,શૈક્ષણિક વિકાસ,માહિતી સુરક્ષા,નવી ટેકનોલોજી પર સંશોધન મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે.આ ભાગીદારી હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેન, ડીપફેક ઓળખ અને ક્રિપ્ટોગ્રાફી જેવી આધુનિક ટેકનોલોજી પર સંયુક્ત સંશોધન કરવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે તાલીમ અને રોજગારીની નવી તકો પણ ઊભી કરવામાં આવશે.આ કરારનું આદાન-પ્રદાન UIDAI ના સીઈઓ વિવેક ચંદ્ર વર્મા અને NFSU ના પ્રોફેસર એસ. ઓ. જુનારે વચ્ચે કરવામાં આવ્યું હતું. વિવેક ચંદ્ર વર્માએ જણાવ્યું હતું કે, આ પગલું ભારતના ડિજિટલ માળખાને સાયબર જોખમો સામે રક્ષણ આપવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાની દિશામાં ખૂબ જ મહત્વનું છે.
