ઓપરેશન કાવેરી હેઠળ 231 ભારતીયોને લઈને પાંચમી ફ્લાઈટ પહોંચી દિલ્હી
Live TV
-
ઓપરેશન કાવેરી હેઠળ અત્યાર સુધીમાં સુદાનમાંથી 2,400 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા
સુદાનમાં ફસાયેલા લગભગ 2,400 ભારતીયોને ઓપરેશન કાવેરી હેઠળ અત્યાર સુધી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.ઓપરેશન કાવેરી હેઠળ જેદ્દાહથી 231 ભારતીયોને લઈને 5મી ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી હતી. જયારે 365 ભારતીયોને લઈને આવતું છઠ્ઠું વિમાન પણ જેદ્દાહથી નવી દિલ્હી પહોંચ્યું હતું. ગઈકાલે સુદાનથી 392 મુસાફરોને લઈને સી-17 વિમાન નવી દિલ્હી આવ્યું હતું. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટમાં કહ્યું કે 362 ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ ગઈ કાલે સાંજે બેંગલુરુ પહોંચી હતી.તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે ઓપરેશન કાવેરી હેઠળ અત્યાર સુધીમાં સુદાનમાંથી 2,400 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. તો, ઓપરેશન કાવેરી અંતર્ગત ભારતીયોની 14મી બેચ પોર્ટ સુદાનથી રવાના થઈ ગઈ છે. INS તેગમાં 288 મુસાફરો જેદ્દાહ જઈ રહ્યા છે.. આ ઉપરાંત 229 મુસાફરોને લઈને 7મી ફ્લાઈટ જેદ્દાહથી પ્રસ્થાન કરી બેંગલુરુ આવશે.
